વારંવાર પૂછાતા પ્રશ્નો
- શા માટે મારે રજીસ્ટર થવું જોઈએ?
- રજીસ્ટ્રેશન મફત છે?
- જસ્ટ લેન્ડેડ ખાતે મારો ડેટા કેટલો સલામત છે?
- કઈ રીતે હું મારી ગુપ્તતાનું નિયમન કરી શકું?
- શા માટે આપને મારું ઈમેઈલ એડ્રેસ વેરિફાઈ કરવાની જરૂર છે?
- “હું “લૉગ ઈન થઈ શકતો નથી, શા માટે?
- મને વેરિફિકેશન ઈમેઈલ મળ્યો નથી
- શા માટે મારે મારું નામ અને બેઝિક પ્રોફાઈલ ભરવાની જરૂર છે?
- શા માટે મારે પ્રોફાઈલ પિક્ચર અપલોડ કરવું જોઈએ?
- હું કઈ રીતે મિત્રોને આમંત્રણ આપી શકું?
- “કોઈને “હેલ્લો કહેવાનો અર્થ શું થાય છે?
- અન્ય સભ્ય મને હેરાન કરે છે, હું તે વિશે શું કરી શકું?
- કમ્યુનિટિ શું છે અને હું કઈ રીતે તેને બદલી શકું?
- મને ઘણાં બધાં ઈમેઈલ મળી રહ્યા છે
- હું એવી ભાષામાં માહિતી જોઉં છું જે હું સમજતો નથી
- હું કઈ રીતે પોસ્ટ ડિલીટ કરી શકું?
શા માટે મારે રજીસ્ટર થવું જોઈએ?
સભ્યો વચ્ચે વિશ્વાસ અને ભરોસા પર જસ્ટ લેન્ડેડ કમ્યુનિટિનું નિર્માણ થયેલું છે. કમ્યુનિટિનાં કેટલાંક ભાગો દરેક વ્યક્તિ જોઈ શકે છે પરંતુ માત્ર રજીસ્ટર્ડ સભ્યો જ માહિતી પ્રકાશિત કરી શકે છે અને અન્ય લોકોનો સંપર્ક કરી શકે છે, ફોરમમાં ભાગ લઈ શકે છે, મિત્રો બનાવી શકે છે, નવા લોકોનો સંપર્ક કરી શકો છો અને અન્ય સભ્યો તરફથી સંદેશાઓ મેળવી શકે છે.
રજીસ્ટ્રેશન મફત છે?
હા, જસ્ટ લેન્ડેડ કમ્યુનિટિ ખાતે રજીસ્ટ્રેશન અને સભ્યપદ મફત છે.
જસ્ટ લેન્ડેડ ખાતે મારો ડેટા કેટલો સલામત છે?
જસ્ટ લેન્ડેડ ખાતે આપ દાખલ કરો તેવી બધી માહિતી સુરક્ષિત ડેટા સેન્ટરમાં આવેલા અમારા ડેડિકેટેડ સર્વરમાં ખાસ સંગ્રહિત થાય છે. અમે આપની પ્રોફાઈલ અથવા અન્ય ડેટા કોઈપણ ત્રીજા પક્ષકારને મોકલીશું નહીં. અમારી ડેટા અંગેની નીતિ વિશે વધુ માહિતી માટે અમારા નિયમો અને શરતો and our Privacy policy જુઓ.
હું કઈ રીતે મારી ગુપ્તતાનું નિયમન કરી શકું?
નવા લોકોને મળવાનું અને આપના મિત્રો સાથે માહિતી વહેંચવાનું જસ્ટ લેન્ડેડ સરળ બનાવે છે. જો કે, આપના વિશેની બધી માહિતી દરેક વ્યક્તિ જુએ તેવું આપ ઈચ્છતા ન હો તેમ બની શકે છે. આપનાં ગુપ્તતાનાં સેટિંગ્ઝમાં આપ આપની પ્રોફાઈલ, મિત્રો અને સંપર્કની વિગતો સહિતની આપની માહિતી કઈ રીતે વહેંચવા માંગો છો તેને સરળતાથી બદલી શકો છો. આપ અન્ય સભ્યોને આપનો સંપર્ક કરતા પણ અટકાવી શકો છો.
શા માટે આપે મારું ઈમેઈલ એડ્રેસ વેરિફાઈ કરવાની જરૂર છે?
આપની પોસ્ટના જવાબમાં કોઈ વ્યક્તિ આપને સંદેશ મોકલી શકે તેની ખાતરી કરવા માટે અને છેતરપિંડીવાળી પોસ્ટ ઘટાડવા માટે અમે ઈમેઈલ એડ્રેસ વેરિફાઈ કરીએ છીએ. અમે આપનું ઈમેઈલ એડ્રેસ ક્યારેય બતાવીશું નહીં, કોઈપણ વ્યક્તિને આપીશું નહીં અથવા આપને સ્પામ મોકલીશું નહીં.
હું “લૉગ ઈન” થઈ શકતો નથી, શા માટે?
- આપે જે પાસવર્ડ દાખલ કર્યો તે અમે રજીસ્ટ્રેશન વખતે આપે આપેલા પાસવર્ડ જેવો ન હોય તેમ બની શકે છે. અહીં ક્લિક કરીને આપનો પાસવર્ડ રિસેટ કરો
- જો આપ હમણાં જ રજીસ્ટર્ડ થયા હો તો આપે આપનું એકાઉન્ટ એક્ટિવેટ ન કર્યું હોય તેમ બની શકે છે. આપનું ઈમેઈલ એડ્રેસ વેરિફાઈ કરવા માટે અમે આપને ઈમેઈલ મોકલ્યો છે (જો આપને આ ઈમેઈલ ન મળ્યો હોય તો આપનું સ્પામ કે જંક ફોલ્ડર જુઓ). આપનું એકાઉન્ટ સક્રિય કરવા માટે આપે ઈમેઈલમાંની લિંક પર ક્લિક કરવાની જરૂર છે. જો આપને આ ઈમેઈલ ન મળ્યો હોય તો, ફરીથી લૉગ ઈન થવાનો પ્રયત્ન કરો: ઈમેઈલ ફરીથી મોકલવા માટે આપ લિંક સાથેનો એક એરર મેસેજ જોશો.
મને વેરિફિકેશનનો ઈમેઈલ મળ્યો નથી
ક્યારેય ઈમેઈલ સ્પામ કે જંક ફોલ્ડરમાં જાય છે તેથી જ્યાં જોઈ જવાનો પ્રયત્ન કરો.
શા માટે મારે મારું નામ અને બેઝિક પ્રોફાઈલ ભરવા જરૂરી છે?
જસ્ટ લેન્ડેડ કમ્યુનિટિ એ એવા વાસ્તવિક લોકોને મળવા માટેનું સ્થળ છે જેમનો આપ વિશ્વાસ કરી શકો અને જેમની સાથે આપ આપના વિદેશનાં અનુભવો વહેંચી શકો. કમ્યુનિટિમાં ભાગ લેવા માટે આપે આપના વિશે થોડી મૂળ માહિતી ભરવાની જરૂર છે જેથી અન્ય સભ્યો જાણી શકે કે તેઓ કોની સાથે વાતચીત કરી રહ્યા છે.
શા માટે મારે મારી તસ્વીર અપલોડ કરવી જોઈએ?
એટલા માટે કે જસ્ટ લેન્ડેડ કમ્યુનિટિમાં અન્ય સભ્યો જોઈ શકે કે તેઓ કોની સાથે વાતચીત કરી રહ્યા છે. અમે સભ્યોને તેમની પ્રોફાઈલમાં સાચો ફોટો મૂકવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
હું કઈ રીતે મિત્રોને આમંત્રણ આપી શકું?
જસ્ટ લેન્ડેડ કમ્યુનિટિમાં આપ જેટલા વધારે મિત્રો ધરાવતા હો તેટલી તે વધુ ઉપયોગી અને મનોરંજક બનશે. આપનું નેટવર્ક વિકસાવવા માટે આપ અન્ય સભ્યોને આપના મિત્ર બનવા માટે અથવા આપ જેમને પહેલેથી જાણતા હો તેવા લોકોને મિત્રને આમંત્રણ આપવાના પાના દ્વારા ઈમેઈલ મોકલીને જસ્ટ લેન્ડેડમાં જોડાવા માટે આમંત્રણ આપી શકો છો.
કોઈને “હેલ્લો કહેવાનો” અર્થ શું છે?
સંદેશો લખ્યા વિના આપ અન્ય સભ્યને “હેલ્લો કહી” શકો છો. અન્ય લોકોએ આપને હેલ્લો કહ્યું છે કે નહીં તે આપ આપના હોમપેજ પર જોઈ શકો છો.
અન્ય સભ્ય મને હેરાન કરે છે, તો તે વિશે હું શું કરી શકું?
જો અન્ય યુઝર આપને અસ્વીકાર્ય સંદેશાઓ મોકલતા હોય આપ આ યુઝરને બ્લૉક કરીને આપનો સંપર્ક કરતા અટકાવી શકો છો અને સંદેશાની વિગતો જણાવી શકો છો. યુઝરને ફરીથી અનબ્લૉક કરવા માટે બ્લૉક થયેલા યુઝર્સ પર જાઓ. અમારી શરતો અને નિયમો જણાવેલા કમ્યુનિટિનાં નિયમોનું પાલન ન કરતાં યુઝર્સને જસ્ટ લેન્ડેડ વેબસાઈટ પર બ્લૉક કરવામાં આવશે.
કમ્યુનિટિઝ શું છે અને હું તેમને કઈ રીતે બદલી શકું?
જ્યારે આપ રજીસ્ટર થાઓ ત્યારે આપ સ્થાનિક કમ્યુનિટિનાં (એટલે કે દેશ, શહેર અથવા વિસ્તાર) સભ્ય બનો છો જેથી આપ સંબંધિત માહિતી અને લોકોની શોધ કરી શકો. કમ્યુનિટિ બદલવા માટે પાનાની ઉપર સ્થળ બદલવા માટેની લિંક પર ક્લિક કરો. આપ એકથી વધુ સ્થાનિક કમ્યુનિટિમાં જોડાઈ શકો છો અને તેની વચ્ચે આવનજાવન કરી શકો છો. જો આપ અન્ય કમ્યુનિટિની મુલાકાત લો તો આપને પૂછવામાં આવશે કે આપ તેમાં જોડાવા માંગો છો કે નહીં.
મને ઘણાં બધાં ઈમેઈલ મળી રહ્યા છે
આપના માટે જ્યારે પણ કોઈ નવી માહિતી ઉપલબ્ધ હોય ત્યારે જસ્ટ લેન્ડેડ આપને ઈમેઈલ મોકલે છે (દાખલા તરીકે, જો અન્ય સભ્ય આપને સંદેશ મોકલે અથવા હેલ્લો કહે તો. જો આપ ઓછા ઈમેઈલ મેળવવા માંગતા હો તો આપ આપના ઈમેઈલ ઍલર્ટ બદલી શકો છો.
હું કે ભાષા સમજતો નથી તેમાં માહિતી જોઉં છું
પાનાની છેક ઉપર આપ આપની ભાષાના સેટિંગ્ઝ બદલી શકો છો. મુખ્ય ભાષા એ એવી ભાષા છે જેમાં આપ સાઈટ જોશો. “આ પણ બતાવો” એ નિર્ધારિત કરે છે કે અન્ય યુઝર્સ તરફથી આપ કઈ પોસ્ટ જોશો. ઉદાહરણ તરીકે, આપ માત્ર અંગ્રેજી અને જર્મનમાં પોસ્ટ જોઈ શકો તેવી રીતે આપનું એકાઉન્ટ સૅટ કરી શકો છો.
હું કઈ રીતે પોસ્ટ ડિલીટ કરી શકું?
આપે પોસ્ટ કર્યું હોય તે ડિલીટ કરવા માટે (જેમ કે ફોરમ પોસ્ટ), આપની પોસ્ટ પર જાઓ અને તેની પાસેની ડિલીટની લિંક પર ક્લિક કરો.