ઑનલાઈન સુરક્ષિત રહો
આ સાઈટ પર છેતરપિંડીની અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે જસ્ટ લેન્ડેડ કામ કરે છે. જો કે, કૃપા કરીને નોંધ લેશો કે કોઈપણ વહેવારમાં અમે સામેલ નથી તેથી આપ કોઈપણ પ્રકારે કોઈપણ વહેવાર કરો તેની અમે બાંહેધરી આપી શકીએ નહીં અને બાંહેધરી આપતા નથી. અમે વિક્રેતા ખરીદદારની સેવાઓ અથવા એસ્ક્રો સેવાઓ પૂરી પાડતા નથી અને કોઈ વહેવાર અંગે સલાહ આપવા કે તેની બાંહેધરી આપતો કોઈ ઈમેઈલ અમે આપને ક્યારેય કરીશું નહીં.
જો આપ છેતરપિંડીવાળી જાહેરાત જુઓ તો જાહેરાતની ઉપર ‘રિપોર્ટ’ બટન પર ક્લિક કરો અને અમને તે વિશે કહો. આનાથી અમને ગુનાહિત પ્રવૃત્તિને રોકવામાં અને તેને ઓળખવામાં વધુ કાર્યક્ષમ બનવામાં મદદ મળે છે.
સલાહ
કૃપા કરીને ઑનલાઈન સુરક્ષિત કઈ રીતે રહેવું તે વિશે વાંચવા માટે થોડો સમય કાઢો:
- યોગ્ય ન હોય તો કોઈ ઑનલાઈન પેમેન્ટ પ્રોવાઈડર (જેમ કે PayPal)ને આપની બેન્કની વિગતો, અથવા આપના એકાઉન્ટની પહોંચ અથવા અન્ય કોઈપણ વ્યક્તિગત માહિતી પૂરી પાડશો નહીં. વ્યક્તિગત માહિતીની યાદી માટેની વિનંતી એ છેતરપિંડીનાં સંભવિત પ્રયાસનું સૂચક છે.
- કોઈ સોદો એટલો બધો સારો લાગે છે કે તે વાસ્તવિક ન હોઈ શકે? જો એમ હોય તો સાબદા રહો! મની ટ્રાન્સફર પર આકર્ષક તગડું કમિશન, હજાર યુરોમાં નવી કાર અથવા ઓછા વ્યાજદર પર ખાતરીપૂર્વક લોન વગેરે છેતરપિંડી હોઈ શકે છે. બહુ જ ફાયદાકારક સોદાઓ કે જેની વાતમાં લગભગ આવી જવાય તે મોટેભાગે સૌથી અસરકારક કૌભાંડો હોય છે.
- મફત! કોઈક વસ્તુ મફત આપવામાં આવે ત્યારે જે સામાન્ય પ્રતિક્રિયા આવતી હોય છે તેમાં સામાન્ય બુદ્ધિનો અભાવ હોય છે. કૌભાંડીઓ આનો ફાયદો ઉઠાવે છે; ખાસ કરીને પ્રાણીઓની બાબતમાં. કોઈક સારા ઘરને ‘દત્તક આપવા’ માટે પાલતૂ પ્રાણીની ઑફર કરવામાં આવે છે. આપે શિપિંગ માટે ચૂકવણી કરવી પડશે તેનો સીધેસીધો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અથવા ન આવ્યો હોય તેમ બની શકે છે. અને કદાચ આપે એકાદ વખત અન્ય નિકાસ ફી જેવી ચૂકવણી કરી હોઈ શકે છે. પાલતૂ પ્રાણી કાલ્પનિક છે અને તે ક્યારેય આવશે નહીં.
- જો આપને ઈન્સ્ટન્ટ મની ટ્રાન્સફર સર્વિસ (જેમ કે વેસ્ટર્ન યુનિયન અથવા મનીગ્રામ) દ્વારા પેમેન્ટ મોકલવાનું કહેવામાં આવે તો સાવચેત રહો. આપનો પનારો દગાબાજો સાથે પડ્યો હોવાની શક્યતા છે. કેટલાંક દેશોમાં નકલી આઈડી મેળવવું સહેલું હોય છે તેથી ગુનેગાર દ્વારા બહુ ઓછા જોખમ સાથે નાણાં લેવામાં આવે છે અને આ સેવા નૉન-રિવોકેબલ છે (એટલે કે આપ નાણાં ફરીથી ક્લેઈમ કરી શકશો નહીં).
- ગુપ્તતા એ ચેતવણીની નિશાની છે. મફત ઈમેઈલ એ મોટી સમસ્યા છે કારણ કે કરોડો વાસ્તવિક લોકો યાહૂ, જીમેઈલ અને હૉટમેઈલ જેવા મફત ઈમેઈલ પ્રોવાઈડર્સનો ઉપયોગ કરે છે પરંતુ આ સરનામાઓ ગુનેગારોને એક આડશ આપે છે તેથી આ બાબત ધ્યાનમાં રાખો. મોબાઈલ નંબર્સ અને વર્ચ્યુઅલ નંબર અંગે સાવચેત રહો; મોબાઈલમાં ક્યારેક પ્રિપેઈડ કાર્ડ હોઈ શકે છે અને વર્ચ્યુઅલ નંબરમાં આપની જાણ બહાર અન્ય ક્યાંય કૉલને રાઉટ કરવામાં આવે તેમ બની શકે છે.
વ્યાપક કૌભાંડો
- દગાબાજો માટે સૌથી મોટી સમસ્યા તેમણે જે બેન્ક ખાતાઓની ઑનલાઈન પહોંચ મેળવી હોય તેમાંથી ગેરકાનૂની રીતે પૈસા કાઢવાની હોય છે. તેથી તેઓ આ નાણાં મેળવવા માટે અને આ નાણાં પોતાને રવાના કરવામાં આવે તે માટે ‘વચેટિયા’ની ભરતી કરવાનો પ્રયત્ન કરે છે (સામાન્ય રીતે એવો દાવો કરીને તેઓ વચેટિયાને ભરમાવે છે કે તેમના વ્યાપારની લેવડદેવડ કરવા માટે તેમને સ્થાનિક વ્યક્તિની જરૂર છે). જો આપ તેમાં વચ્ચે ફસાઈ જાઓ તો આપ સંભવિતપણે ખોટમાં જશો કારણ કે આપની બૅન્ક દ્વારા આવી ટ્રાન્સફર માટે પુન: ક્લેઈમ કરવામાં આવશે અને આપ આ બદમાશોને કરવામાં આવેલી ટ્રાન્સફર ઉલટાવી શકશો નહીં.
- જો આપ કેશિયર ચૅક અથવા મની ઑર્ડર મેળવો તો ખ્યાલ રહે કે તે છેડછાડ કરેલો અથવા નકલી હોય તે શક્ય છે. બેન્કો ઘણી વખત ખાતામાં તરત રકમ જમા કરી દે છે તે બાબતનો ગુનેગારો ફાયદો ઉઠાવે છે. મોટાભાગનો લોકોને એ ખબર હોતી નથી કે જો પાછળથી ખબર પડે કે ચૅક નકલી હતો તો બૅંન્ક પૈસા પાછા લઈ શકે છે. દરમિયાન જો આપે વસ્તુઓ મોકલી દીધી હોય તો તમારે નુકસાન ભોગવવું પડશે.
- એડવાન્સમાં નાણાં: ફ્લૅટની ડિપોઝિટ હોય કે કારનું ડાઉન પેમેન્ટ હોય કે શિપિંગ/વહીવટી/અન્ય ફી હોય. જો આ રકમ મની ટ્રાન્સફર સર્વિસથી મોકલવામાં આવે તો આપ તે પાછી મેળવી શકશો નહીં. જો આપ ફ્લૅટ ભાડે રાખી રહ્યા હો તો ખાતરી કરો કે તે ખરેખર અસ્તિત્વમાં છે અને તે ભાડે આપનાર વ્યક્તિ ખરેખર તેની માલિક છે. વિવિધ દેશોમાં સંચાલન કરતા લોકો એ ચેતવણીની બીજી એક નિશાની છે. આ ખરેખર માનવા જેવું લાગે છે કે કેમ તેના વિશે વિચારો.
- ખોટા ચૅકનો જેમાં ઉપયોગ થાય છે તે વ્યાપક કૌભાંડમાં વ્યક્તિને નક્કી થયેલી રકમ કરતાં વધુ રકમનો ચૅક મોકલવાનો સમાવેશ થાય છે. ખરીદદાર એવો દાવો કરે છે કે તેમનાથી ભૂલ થઈ છે અને તેઓ વધારાના નાણાં તેમને પરત કરવાનું કહે છે. સ્વાભાવિક છે કે ચૅક ખોટો હોવાનું ઓળખાયા બાદ અને ક્રેડિટ રિવર્ઝ થયા બાદ આપને નુકસાન જશે.
- ભારે પ્રમાણમાં નાણાં ટ્રાન્સફર કરવામાં મદદ કરવાનાં બદલામાં આપને એકાદબે મિલિયન ડૉલરનું કમિશન આપવા માટે ખૂબ ઉત્સુક વ્યક્તિ તરફથી આપને હજી સુધી કોઈ ઈમેઈલ મળ્યો ન હોય તો, ચેતજો. આ એક કૌભાંડ છે. તેમાં કોઈ પૈસા મળશે નહીં અને તે છોડાવવા માટે આપ જે ફી ચૂકવશો તે આપ ગુમાવશો. જો આપ કૌભાંડ અંગે જાણતા હો તો, ખરેખર વિચારો કે ગુનેગારો તે કરે છે. તે ઘણા પ્રકારનું હોઈ શકે છે (સોનું, હીરાં, વગેરે.).